




મોરબી એસઓજી ટીમે જુના ઘૂટું રોડ પર આવેલ સ્પામાં કામ કરતી સ્પા વર્કરોના બાયોડેટા ફોર્મ ભરી સંબંધિત પોલીસ મથકમાં માહિતી નહિ આપનાર સ્પા સંચાલક વિરુદ્ધ જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધાવી છે
મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના ઘૂટું રોડ ત્રાજપર ખારી નાકે શિવશક્તિ કોમ્પ્લેક્ષ પહેલા માળે આવેલ વેલકમ સ્પાના સંચાલક આરોપી શરદકુમાર ધર્મેન્દ્રભાઈ ભોરણીયા (ઉ.વ.૨૭) રહે સંતકબીર રોડ રાજકોટ વાળાએ પોતાના સ્પામાં કામ કરતી બે વર્કરોના બાયોડેટા ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં નોંધ નહી કરાવી તેમજ સીસીટીવી કેમેરાના રેકોર્ડીંગ જાહેરનામાં મુજબ નહિ રાખી જીલ્લા મેજીસ્ટ્રેટ જાહેરનામાં ભંગ કર્યો છે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
