




મોરબી શહેર અને આજુબાજુના ગામડાની જનતાને આશીર્વાદરૂપ નીવડેલી ૧૯૮૯ થી દર બે માસે રેગ્યુલર યોજાતો કેમ્પ શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર આયોજિત શ્રી ડી સી મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ટ્રસ્ટ ૩, નવાડેલા રોડ મોરબી ખાતે દાતા રાજ્ય મંત્રી કાન્તિલાલ અમૃતિયાના સહયોગથી કેમ્પ નં ૨૦૨ આગામી શનિવાર અને રવિવારે યોજાશે
તા. ૨૧ ને શનિવારે સાંજે ૪ થી ૭ અને તા. ૨૨ ને રવિવારે સવારે ૯ થી ૧૨ સુધી નિશુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાશે જેમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત સર્જન ડો. વિક્રમભાઈ સંઘવી કેન્સરના દર્દીઓને વિના મુલ્યે તપાસીને યોગ્ય માર્ગદર્શન આપશે કેમ્પનો લાભ લેવા દર્દીઓએ પોતાનું નામ ડીસ્પેન્સરીના મેનેજર મયુરભાઈ વોરા મો ૯૫૩૭૦ ૯૯૨૧૯ પાસે અગાઉથી નોંધાવી લેવા અને તપાસ કરાવવા આવે ત્યારે કેશ પેપર્સ સાથે લાવવા મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહની યાદીમાં જણાવ્યું છે
