

મીતાણા ગામે ડેમ પાસે દીકરાને મચ્છી લેવા મોકલ્યો હતો જેને મચ્છી નહિ આપી થપ્પડ મારી કાઢી મુક્ત પિતા પૂછવા જતા તેને ચાર ઇસમોએ માર મારી ઈજા કરી હોવાની પોલી ફરિયાદ નોંધાઈ છે
ટંકારા તાલુકાના મીતાણા ગામે રહેતા જયંતીભાઈ ભદાભાઇ સોલંકી (ઉ.વ.૪૫) વાળાએ આરોપીઓ હરેશ ગોરસીયા, વિપુલ હરેશ ગોરસીયા અને આરોપી હરેશના અન્ય બે પુત્રો એમ ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૮ ના રોજ ફરિયાદીએ ડેમ પાસે પોતાના દીકરાને મચ્છી લેવા મોકલ્યો હતો અને આરોપીઓએ દીકરાને મચ્છી નહિ આપી જેમ તેમ બોલી થપ્પડ મારી કાઢી મુક્યો હતો જે બાબતે ફરિયાદી જયંતીભાઈ આરોપીઓને પૂછવા જતા એકસંપ કરી ગ્લો આપી પાઈપ અને હોકી વડે માર મારી બંને પગમાં અને હાથના કાંડા પાસે ઈજા પહોંચાડી હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે