ખીરઈ નજીકથી ૪૫ અબોલ જીવોને ક્રુરતાપૂર્વક ભરી પરિવહન કરનાર બે વિરુદ્ધ ગુનો

 

કચ્છ મોરબી નેશનલ હાઈવે પરથી બોલેરો પીકઅપ ગાડીમાં ૪૫ અબોલ જીવો ભરી ઘાસચારો કે પાણીની વ્યવસ્થા વિના હેરાફેરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને ગૌરક્ષકોની ટીમે મુદામાલ પોલીસ મથકને સોપ્યો હતો માળિયા (મી.) પોલીસે બે ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

 

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા પાર્થ મનસુખભાઈ નેશરીયા (ઉ.વ.૨૮) વાળાએ આરોપીઓ મોહમદ અયાજ કુસ્રેહી અને સોહેલખાન અયુબખાન પઠાણ રહે બંને અમદાવાદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે બંને આરોપીઓએ પોતાની બોલેરો જીજે ૦૧ એલટી ૫૩૬૯ વાળીમાં ઘેટા જીવ નંગ ૪૫ ક્રુરતાપૂર્વક ભરી ટૂંકા દોરડાથી ખીચોખીચ બાંધી ઘાસચારો કે પાણીની વ્યવસ્થા વિના સક્ષમ અધિકારીનું પાસ પરમીટ વિના પરિવહન કરતા મળી આવ્યા હતા કુલ રૂ ૬.૪૫ લાખનો મુદામાલ પોલીસને સોપવામાં આવ્યો હતો માળિયા પોલીસે બંને ઈસમો વિરુદ્ધ પશુ ક્રુરતા અધિનિયમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.