હળવદના માથકમાં પતિએ બીજા લગ્ન કરતા પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

હળવદનાં માથક ગામની સીમમાં એક શ્રમિક પરિણીતાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પતિએ બીજા લગ્ન કરી લેતા મનોમન લાગી આવવાના કારણે પરિણીતાએ આ અંતિમ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે, જેને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, મૂળ મધ્યપ્રદેશના અને હાલ હળવદના માથક ગામની સીમમાં વાલજીભાઈ લાલજીભાઈ ગોહીલની વાડીએ રહીને મજૂરી કામ કરતી સીણુબેન દાદુડીયાભાઇ મોરી (ઉંમર વર્ષ ૨૮) નામની મહિલાએ વાડી નજીક આવેલા બાવળના ઝાડની ડાળી સાથે પોતાની ચૂંદડીનો દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક સીણુબેનના પતિએ બીજા લગ્ન કરી લીધા હોઈ જે બાબત સીણુબેનને મંજૂર ન હતી. આ મુદ્દે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી અને ઝઘડો થતા પરિણીતાને મનોમન લાગી આવ્યું હતું અને તેમણે આપઘાત કરી લીધો હતો. હળવદ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.