

મોરબી સર્વે હિન્દુ સંગઠન દ્વારા દર વર્ષની પરંપરા મુજબ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ — કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મોરબી શહેરના રાજમાર્ગો ઉપર ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. આ શોભાયાત્રાના સુવ્યવસ્થિત આયોજન, વ્યવસ્થા, માર્ગ આયોજન તથા વિવિધ કાર્યક્રમોના સંકલન અંગે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બેઠકમાં મોરબીના વિવિધ વિસ્તારોમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે દિવસ દરમિયાન કાર્યક્રમો આયોજકો, રાત્રિના સમયે મટકી ફોડ કાર્યક્રમો આયોજકો તેમજ સમગ્ર હિન્દુ સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓને ઉપસ્થિત રહી સહભાગી થવા વિનંતી કરવામાં આવે છે.
આ ઉપરાંત:
– સર્વે હિન્દુ સંગઠનના તમામ અધિકારીઓ તથા કાર્યકર્તા ભાઈ-બહેનો
– મોરબી વેપારી એસોસિયેશનના જવાબદાર આગેવાનો
– મોરબી ગણેશ ઉત્સવ સમિતિના આયોજકો
– મોરબીના ગરબી મંડળોના આયોજકો
– મોરબી શહેરના વિવિધ હિન્દુ સમાજના આગેવાનો અને આયોજકો
– વિવિધ વિસ્તારોમાં મટકી ફોડ તથા કૃષ્ણ જન્મોત્સવના કાર્યક્રમો આયોજકો
તમામને આ મહત્વપૂર્ણ બેઠકમાં ઉપસ્થિત રહી આયોજનમાં સહભાગી થવા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે.
બેઠકની વિગતો
📅 તારીખ: ૧૮ ઓગસ્ટ ૨૦૨૬, મંગળવાર
⏰ સમય: રાત્રે ૯:૩૦ કલાકે
📍 સ્થળ: શ્રી જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી
શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રા અને સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સૌનો સહકાર અને સહભાગિતા અત્યંત મહત્વપૂર્ણ છે.
આથી સમગ્ર સનાતન સમાજના ભાઈ-બહેનો, આગેવાનો, આયોજકો તથા કાર્યકર્તાઓને સમયસર ઉપસ્થિત રહેવા હાર્દિક આહવાન કરવામાં આવે છે.