મોરબી જિલ્લા કલેક્ટરે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસ વિદ્યાલયની સરપ્રાઈઝ મુલાકાત લીધી

 

આજે રોજ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસ વિદ્યાલય ખાતે સરપ્રાઇઝ મુલાકાત કરવામાં આવી હતી.આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ ભૌતિક સુવિધાઓ, બેડિંગ, ક્લોથિંગ, ભોજન વગેરેનું વિગતવાર નિરીક્ષણ કર્યું હતું.

 

બાલિકાઓના આરોગ્યની ચકાસણી માટે યોગ્યતા અનુસાર મેડિકલ સ્ટાફની નિમણૂક કરવા અંગે તેમજ વિકાસ વિદ્યાલય ખાતે સ્ટાફની જરૂરી સ્ટાફની ભરતી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તદુપરાંત નિભાવવામાં આવતા રજીસ્ટરોની તપાસ તેમજ સૂચનપેટીના પત્ર વ્યવહાર અંગેની ચકાસણી તેમજ તે સબંધિત જે તે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ બિલ્ડિંગના ચાલતા કામોની ચકાસણી કરી હતી.  બાળાઓ સાથે રૂબરૂ સંવાદ કરીને તેમને મળતી સુવિધાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર બાળકોના સુરક્ષિત અને સુવ્યવસ્થિત વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે.

 

Leave A Reply

Your email address will not be published.