

હળવદ પોલીસના પેટ્રોલિંગ દરમિયાન હાઈવે પર કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતો કિસ્સો સામે આવ્યો છે. આમ આદમી પાર્ટીના બે જવાબદાર નેતાઓ ચાલુ વાહને દારૂની મહેફિલ માણતા ઝડપાઈ ગયા છે.
ઘટનાની વિગતો અનુસાર, હળવદ પોલીસ નાં પેટ્રોલિંગ દરમિયાન એક આઈ ૧૦ કારને પોલીસે આંતરી હતી. આ કારમાં તપાસ કરતા આમ આદમી પાર્ટીના ચરાડવા જીલ્લા પંચાયત બેઠકના પ્રભારી હિતેશ મનસુખભાઈ વરમોરા અને દિલ્હીથી આવેલ હળવદ – ધ્રાંગધ્રા વિધાનસભા વિસ્તારના પ્રભારી વિકાસકુમાર વિજયકુમાર નશાની હાલતમાં મળી આવ્યા હતા. હળવદ પોલીસે બંને નેતાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ પોલીસે બંને આરોપીઓ પાસેથી કુલ ૩.૨૨ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં ૨૦૦૦ રુઓઇયાનિ કિમતની વિદેશી દારૂની બે બોટલ, ૩ લાખ રૂપિયાની આઈ ૧૦ કાર નં GJ13AH2321 અને ૨૦ હજાર રૂપિયાની કિમતના ૩ મોબાઈલ ફોન કબજે કર્યા છે.


