મોરબી: કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો એક શખ્સ ઝડપાયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમે બાતમીના આધારે ઉમિયા સર્કલ પાસે વોચ ગોઠવી એક હેરિયર કારમાંથી મોંઘીદાટ વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી કોઈ પણ પાસ-પરમિટ વિના આ દારૂનો જથ્થો વેચાણ કરવાના ઈરાદે લઈને નીકળ્યો હતો. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત લાખોની કિંમતની લક્ઝરી કાર અને મોબાઈલ ફોન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

બનાવની વિગત મુજબ, પોલીસને મળેલી માહિતીના આધારે ઉમિયા સર્કલ પાસે હેરીયર કારને રોકી તપાસ કરતા તેમાંથી ‘ધ ગ્લેનલિવેટ’ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે આરોપીની અટકાયત કરી રૂ. ૧૨,૨૦૦ ની કિંમતનો દારૂ, રૂ. ૭ લાખની કાર અને રૂ. ૭૦,૦૦૦ ની કિંમતનો મોબાઈલ મળી કુલ રૂ. ૭,૮૨,૨૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો અન્ય એક શખ્સ પાસેથી મેળવ્યાનું ખુલ્યું છે, જેથી પોલીસે તે વ્યક્તિને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave A Reply

Your email address will not be published.