Billboard ad 1150*250

હળવદ સરકારી હોસ્પીટલના ડ્રાઇવરએ માનવતા નેવે મૂકી

0 574

હળવદએ કચ્છનું મુખ્ય પ્રવેશ દ્વાર ગણાય છે.હળવદ હાઈવે રક્ત રંજીત માટે જાણીતો છે અને હળવદ-ધ્રાગ્રધા માળિયા હાઈવે પર અવારનાવર અકસ્માતો સર્જાય છે.અકસ્માતો સર્જાતા હળવદ સરકારી હોસ્પીટલમાં દર્દીને લાવવામાં આવે છે.પરંતુ હળવદ સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સના ડ્રાઇવર એમ.એ.સુમરા છેલ્લા ૧૩ વર્ષથી હળવદ હોસ્પીટલમાં સર્વિસ કરે છે.જેઓ દર્દીઓ સાથે માંન્ફાવતું હોસ્પીટલમાં વર્તન કરતા હોવાથી દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.અનેક વાર રજુઆતો કરવા છતાં હળવદ સરકારી હોસ્પિટલના ડોક્ટર આજ દિન સુધી એમ્બ્યુલન્સના ડ્રાઇવર સામે કોઈ પગલા લેવામાં આવ્યા તેથી અનેક તર્ક-વિતર્કો ચર્ચાય રહ્યા છે.સુત્રો દ્વારા મળતી મુજબ આજ સાંજના સમયે માલણીયાદ સીમ વિસ્તારમાં અમ્જુરી કામ કરતા અનિતાબેન તડવી (ઉ.૧૮)કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા હોસ્પિટલ લાવવમાં આવ્યા હતા જ્યાં ફરજ પર રહેલા ડોક્ટર કૌશલ પટેલે તાત્કાલિક રીફર કરવા જણાવ્યું હતું પરંતુ એમ્બ્યુલન્સના ડ્રાઇવર સુમારભાઇ જવા માટે આનાકાની કરતા હતા અને કહ્યું હતું કે જજેને જ્યાં જવું હોય ત્યાં જઈને ફરિયાદ કરે મારું કોઈ બગડી નહીં લે.તેથી ત્યાં હાજર રહેલા ભાવેશભાઈ ઠક્કર,ભરતભાઈ પરમાર,પરેશભાઈ રાવલે લેખિતમાં પગલા લેવા રજૂઆત કરી છે.તેમજ ડ્રાઇવર સામે તાત્કાલિક પગલા લઈને કડક સજા કરવાની માંગ કરવામાં આવી રહી છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat