



કચ્છ અને મોરબી જીલ્લાની પ્રખ્યાત સ્પર્શ કિલનિક દ્વારા તા.૧૧ ને રવિવારના રોજ હેર ટ્રાન્સપ્લાન્ટ સેમિનારનું યોજાશે.જેમાં ગુજરાતના દરેક મહાનગરો માંથી ડોકટરો ભાગ લેશે તેમજ વિનામૂલ્યે ઓપરેશન કરી આપશે.આ સર્જરી વિશ્વની અત્યાધુનિક દર્દ રહિત તથા ટાકા વગરની FUE નામની પદ્ધતિ દ્વારા કરવામાં આવશે.તેમાં દર્દી પોતાના જ વાળ લઈને ટાલવાળા ભાગમાં દર્દીની જાગૃત અવસ્થામાં પ્રત્યારોપણ કરવામાં આવશે.આ સર્જરીના માર્ગદર્શક તરીકે ઉદેપુરની જી.બી.એચ. અમેરિકન હોસ્પીટલના વડા ડો.પ્રશાંત અગ્રવાલ તથા રાજકોટના એડીવા કિલનિકના ડો હર્ષિત રાણપરા ઉપસ્થિત રહેશે.ડો.જયેશ સનારિયાની યાદી જણાવે છે કે કચ્છ અને મોરબી જીલ્લામાં પ્રથમવાર આ સેમીનાર આયોજન કરવમાં આવ્યું છે..

