


મોરબી નગરપાલિકામાં તા.૮ ના રોજ યોજાયેલી રસાકસી અને ઉતેજનાપૂર્ણ પ્રમુખ,ઉપપ્રમુખની ચુંટણી બાદ પાલિકામાં ભાજપે બાજી મારી હતી.ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ વિજયી જાહેર થતા ભાજપ છાવણીમાં ખુશીનો માહોલ છવાયો હતો.નવા ચુટાયેલા પ્રમુખને અભિનંદન આપવા ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયા,શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ ઝરીયા સહિતના આગેવાનો ઉમટી પડી પ્રમુખ તરીકે ચુટાયેલા ગીતાબેન કન્ઝારીયા અને ઉપપ્રમુખ પદે ચુટાયેલા ભરતભાઈ જારીયા પર અભિનંદનનો વર્ષા કરી હતી.ચાર્જ સંભાળતા પૂર્વે પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની ચેમ્બરમાં આજે સવારે 9:૩૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી મારૂતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પુરોહિત તરીકે શાસ્ત્રી વિપુલભાઈ શુકલએ વિધિ સંપન્ન કરવી હતી.ચાર્જ સંભાળતાની સાથે જ પ્રમુખ,ઉપપ્રમુખે પ્રજાહિતના કર્યો કરવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી.આ શુભ પ્રસંગે ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે માત્ર સત્તા મેળવવા માટે અમોએ પાલિકામાં સત્તા મેળવી નથી પરંતુ લોકોના પ્રાથમિક જરૂરિયાતના કામોમાં તેઓને સંતોષ થાય તે રીતે કામ કરવા અને શહેરને વિકાસની દિશામાં લઇ જવા સત્તા પર આવ્યા છીએ.

