શ્રી કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન – સર્વે ભાવિકોને ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ

 

વૈદિક યજ્ઞ પ્રચાર સમિતિ (રામકો), મોરબી દ્વારા દશાબ્દી નિમિત્તે તા. ૩૧ જુલાઈ, ૨૦૨૬ થી ૨ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન ત્રણ દિવસીય *“શ્રી કૃષ્ણ કથા”*નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કથા દરરોજ રાત્રે ૮:૩૦ વાગ્યે ઉમા હોલ, શિવ મંદિર સામે, રવાપર, મોરબી ખાતે યોજાશે.

 

આ પ્રસંગે પ્રસિદ્ધ વક્તા દર્શનાચાર્ય આચાર્ય અજયજી આર્ય દ્વારા શ્રીકૃષ્ણના દિવ્ય જીવનચરિત્ર, ભગવદ્ ગીતા, ધર્મ, કર્તવ્ય, જીવનમૂલ્યો તેમજ આધુનિક જીવનમાં આવતી વિવિધ સમસ્યાઓના વૈદિક ઉકેલો અંગે સરળ અને જીવનોપયોગી માર્ગદર્શન આપવામાં આવશે. કથા દ્વારા સામાજિક, પારિવારિક, આધ્યાત્મિક અને રાષ્ટ્રીય જીવનમાં શ્રીકૃષ્ણના આદર્શોને જીવનમાં કેવી રીતે ઉતારી શકાય તે અંગે પ્રેરણાદાયી વિચાર રજૂ કરવામાં આવશે.

 

વૈદિક યજ્ઞ પ્રચાર સમિતિ છેલ્લા દસ વર્ષથી મોરબીમાં નિયમિત વૈદિક યજ્ઞોનું આયોજન કરી વૈદિક સંસ્કૃતિના પ્રચાર-પ્રસારનું કાર્ય કરી રહી છે. સંસ્થાના દશાબ્દી વર્ષ નિમિત્તે આયોજિત આ શ્રી કૃષ્ણ કથા સમગ્ર સમાજ માટે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રેરણાનું કેન્દ્ર બનશે. આથી મોરબી શહેર તથા આસપાસના તમામ ધર્મપ્રેમી નાગરિકોને પરિવારજનો અને મિત્રો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કથાનો લાભ લેવા આયોજક સંસ્થા દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.

 

Leave A Reply

Your email address will not be published.