

૩૦ વર્ષ જૂની શ્રી મોરબી નાગરિક સહકારી બેંક હવે આધુનિકતા અને
નવીનતા તરફ એક નવા અધ્યાયની શરૂઆત કરી રહી છે
મોરબીની ૩૦ વર્ષ જૂની શ્રી મોરબી નાગરિક સહકારી બેંકને આધુનિક બનાવવા માટે રીનોવેશન કાર્યનો ભવ્ય મુર્હત સમારોહ યોજાયો હતો જે પ્રસંગે રાજ્ય મંત્રી કાન્તીભાઈ અમૃતિયા, કચ્છ સાંસદ વિનોદ ચાવડા, કોર્પોરેટર મેઘાબેન દીપકભાઈ પોપટ, બેન્કના ચેરમેન દીપકભાઈ પોપટ, વાઈસ ચેરમેન મનીષભાઈ ઓગણજા, ડીરેક્ટર પરેશભાઈ કચોરીયા, ડીરેક્ટર વિજયભાઈ વાઘેલા, ડીરેક્ટર સંજયભાઈ ધોળકીયા અને તમામ ડીરેકટરોની ઉપસ્થિતિમાં રીનોવેશન કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો