સ્કૂલ બસના બાળકોને બચાવનાર બહાદુર પોલીસકર્મીઓને ઇનામ-પ્રસંશાપત્ર અપાશે

 

મીતાણા બ્રીજ પાસે સ્કૂલ બસમાં આગ લાગી હતી ત્યારે PCR ૧૧૨ ના કર્મચારીઓએ પીસીઆરના ફાયર extinguisherની મદદથી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કર્યો અને તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત બસમાંથી ઉતારવામાં આવ્યા હતા બાદમાં ફાયર બ્રિગ્રેડ આવી જતા આગ પર કાબુ મેળવ્યો હતો પરિણામે કોઈ જાનહાની થવા પામી નથી

જે કામગીરીમાં જોડાયેલા પોલીસ કર્મચારીઓ જયેન્દ્રસિંહ ઈન્દુભા, દશરથસિંહ ઘનશ્યામસિંહ, ડ્રાઈવર દિવ્યેશ વાલજીભાઈ ભલગામડીયા અને હિમાંશુ રાજેશભાઈ સાકરીયાને જીલ્લા પોલીસવડા દ્વારા દરેક પોલીસને રૂ ૨૦૦૦ ઇનામ તેમજ આ.સો. ડ્રાઈવર તેમજ જીઆરડીને પ્રસંશાપત્ર પાઠવીને કામગીરીને બિરદાવવાની જાહેરાત કરવામાં આવી છે

Leave A Reply

Your email address will not be published.