


હળવદ ટાઉન વિસ્તારના વૈજનાથ પાર્કમાં જુગાર રમતા શખ્સો સામે હળવદ પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા કુલ ૬ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.પોલીસના જણાવ્યા મુજબ, હળવદ વૈજનાથ પાર્ક ખાતે જુગાર રમાતો હોવાની માહિતી મળતાં પોલીસ સ્ટાફે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી જુગાર રમતા પ્રવિણ ચંદુલાલ ઠાકર સહિત કુલ છ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી રૂ. ૬૩,૨૦૦ની રોકડ રકમ તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨ મળી કુલ રૂ. ૬૩,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઝડપાયેલા આરોપીઓ
- પ્રવિણ ચંદુલાલ ઠાકર, રહે. હળવદ વૈજનાથ પાર્ક.
- હિતુભા સામંતસિંહ ઝાલા, રહે. હળવદ સ્વામીનારાયણ નગર (શિક્ષક)
- અશ્વિન ગટુરભાઈ વડેચા, રહે. સુંદરગઢ,
- ભરત ગાંડુભાઈ છનીયારા, રહે. સાનિધ્ય પાર્ક, મહેન્દ્રનગર, મોરબી
- પ્રવિણ દોલુભાઈ રાઠોડ, રહે. રુદ્ર પાર્ક.હળવદ.
- રસિક રેવાભાઈ ઉઘરેજા, રહે. કડી, તા. હળવદ
સમગ્ર કામગીરીમાં હળવદ પીઆઈ આર ટી વ્યાસ ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ આર બી ટાપરીયા તથા સ્ટાફ જોડાયો હતો.