


અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ,1949 થી વિદ્યાર્થી હિત અને રાષ્ટ્ર હિત માટે કાર્ય કરતું વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે.
ABVP મોરબી દ્વારા મોરબી કલેક્ટર કચેરી એક ‘મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના’ (MYSY) અંતર્ગત મળતી શિષ્યવૃત્તિ મામલે રજૂઆત કરવામાં આવી હતી તેમજ બીજી શિષ્યવૃત્તિ ‘ચીફ મિનિસ્ટર્સ સ્કોલરશિપ સ્કીમ’ (CMSS) ‘ડિજિટલ ગુજરાત’ અંતર્ગત શિક્ષણ વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગ અને સમાજ કલ્યાણ વિભાગની વિવિધ શિષ્યવૃત્તિઓ જે આપણે આવેદનપત્રમાં ઉલ્લેખ કરેલી છે (જેમ કે પ્રી-મેટ્રિક, પોસ્ટ-મેટ્રિક વગેરે) અંગે રજૂઆત કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નહિ મળે ત્યાં સુધી માંગ ચાલુ રહેશે અને લડત ચલાવતા રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો