રવાપર રોડ પરથી દેશી પિસ્ટલ અને બે જીવતા કાર્ટીસ સાથે એક ઇસમ ઝડપાયો

 

શહેરના રવાપર રોડ પરથી એસઓજી ટીમે ગેરકાયદે દેશી પિસ્ટલ અને બે જીવતા કાર્ટીસ સાથે એક ઈસમને ઝડપી લઈને મુદામાલ કબજે લીધો છે

 

મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના રવાપર રોડ પર કરણ એપાર્ટમેન્ટ પાસે એક ઇસમ ગેરકાયદે દેશી પિસ્ટલ સાથે હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી સ્થળ પરથી આરોપી પરિમલ ગોપાલભાઈ વાઘેલા રહે લીલાપર રોડ મોરબી વાળાને ઝડપી લીધો હતો આરોપીની અંગ ઝડતી લેતા દેશી હાથ બનાવટની પિસ્ટલ નંગ ૦૧ કીમત રૂ ૫૦૦૦ અને જીવતા કાર્ટીસ નંગ ૦૨ કીમત રૂ ૨૦૦ મળીને કુલ રૂ ૫૨૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.