

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
રખડતા ઢોરો મામલે ચીફ ઓફિસરને આવેદન,
આંદોલનની ચીમકી
મોરબીમાં રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય રીતે વધી રહ્યો છે અને રસ્તા પર ઢોરોનો અડીંગો જોવા મળે છે ત્યારે મોરબીમાં રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્તિ આપવાની માંગ સાથે પાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવી છે તેમજ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે
મોરબી રખડતા ઢોર સમિતિ દ્વારા ચીફ ઓફિસરને પાઠવેલ આવેદનમાં જણાવ્યું છે કે મોરબી શહેરના જાહેર રસ્તા, ચોક અને સોસાયટીમાં રખડતા ઢોરનો ત્રાસ અસહ્ય બની ગયો છે રોડની વચ્ચે ઢોર બેસતા હોય છે જેથી અકસ્માતો સર્જાય છે ત્યારે અકસ્માતમાં કોઈ જીવ ગુમાવે તો જવાબદારી કોની તેવા સવાલો ઉઠાવી જણાવ્યું છે કે મોરબીના નાગરિકો વ્યવસાય વેરો અને પ્રોપર્ટી વેરો સમયસર ભરે છે છતાં નાગરિકોને સુવિધા મળતી નથી જેથી જો આવી જ સ્થિતિ રહી તો નાગરિકો વેરો ભરવાનું બંધ કરી દેશે અને આગામી સમયમાં આંદોલન પણ કરવામાં આવશે અને મોરબી બંધનું એલાન આપવામાં આવશે શહેરમાં સ્ટ્રીટ લાઈટ બંધ હોય તેમજ રસ્તા પર ઢોરને પગલે અકસ્માતો વધી રહ્યા છે જેથી આ મામલે પાંચ દિવસમાં યોગ્ય પગલા ભરાય તેવી માંગ કરી છે


