મોરબી જીલ્લામાં કેટલો વરસાદ વરસ્યો, ક્યાં ડેમના કેટલા દરવાજા ખોલાયા, જાણો ….

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબી જીલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે અને અવિરત મેઘમહેર વરસી રહી છે ત્યારે મોરબીમાં ગત સાંજથી સારો વરસાદ થઇ રહ્યો છે અને મોરબી જીલ્લામાં  મોરબીમાં ૪૩ એમએમ, વાંકાનેર ૫૨ એમએમ, હળવદ ૪૪ એમએમ, ટંકારા ૪૦ એમએમ અને માળીયામાં ૧૪ એમએમ વરસાદ વરસી રહ્યો છે . ડેમની ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસતા ડેમમાં નવા નીરની આવક થઇ છે જેમાં મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમના ૧૧ દરવાજા ૫ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે તો મચ્છુ ૩ ના ૧૦ દરવાજા ૫ ફૂટ સુધી ખોલવામાં  આવ્યા છે

માળિયા તાલુકામાં પાણીનો પ્રસન હતો તે મચ્છુ ૩ ડેમ ભરવાથી હાલ થયો છે તો હવે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળે રહેશે ખેડૂતોમાં પણ ખુશી ફેલાઈ છે તો સારા વરસાદને પગલે મોરબીવાસીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે મોરબીમાં રાત્રીના ધોધમાર વરસાદ વરસતા શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે જેથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો શહેરમાં ઠેર ઠેર પાણી ભરાતા તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે  હજુ પણ અવિરત વરસાદ વરસી શકે છે તેવી શકયતાઓ જોવાઈ રહી છે.

Leave A Reply

Your email address will not be published.