



મોરબી જીલ્લામાં શનિવારે વહેલી સવારથી મેઘ સવારી આવી પહોંચી હતી ભારે વરસાદની આગાહી મુજબ જ વહેલી સવારે ધોધમાર વરસાદ વરસવાનું શરુ થયું હતું અને સવારે ૬ વાગ્યા સુધીમાં માળિયા તાલુકામાં ૧૦ મીમી, મોરબી તાલુકામાં ૪૪ મીમી, ટંકારા તાલુકામાં ૦૯ મીમી, વાંકાનેર તાલુકામાં ૨૮ મીમી અને હળવદ તાલુકામાં ૩૦ મીમી વરસાદ વરસ્યો હતો
તે ઉપરાંત વહેલી સવારે ૬ થી ૮ માં પણ જીલ્લામાં સર્વત્ર વરસાદ નોંધાયો હતો જેમાં માળિયા તાલુકામ ૦૧ મીમી, મોરબી તાલુકામાં ૪૧ મીમી, ટંકારા તાલુકામાં ૩૭ મીમી, વાંકાનેર તાલુકામાં ૧૩ અને હળવદ તાલુકામાં ૦૬ મીમી વરસાદ નોંધાયો હતો મોરબી તાલુકામાં સાડા ત્રણ ઇંચ, ટંકારામાં પોણા બે ઇંચ વરસાદ વાંકાનેરમાં દોઢ ઇંચ અને હળવદમાં સવા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે હજુ પણ વરસાદ વરસી રહ્યો છે