ટંકારા નગરપાલિકા પ્રમુખ-ઉપપ્રમુખ સાથે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ શુભેચ્છા મુલાકાત કરી

 

ટંકારા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ પંકજભાઈ કારેલીયા અને ઉપપ્રમુખ સરોજબેન ખોખાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રશ્મિકાંત દુબરીયા સાથે ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ શુભેચ્છા મુલાકાત કરી હતી જે મુલાકાત સમયે ટંકારા શહેરના વિકાસ માટે નગરપાલિકાના ચુંટાયેલા પ્રતિનિધીઓના કામો માટે સરકાર પાસે કાયમી પ્રયત્નશીલ રહીશ એની ખાતરી આપી હતી તેમજ વિવિધ વિકાસકાર્યોની ચર્ચા કરી હતી

Leave A Reply

Your email address will not be published.