મોરબીના અરુણોદયનગરમાં ગણપતિ મહારાજનો લગ્નોત્સવ યોજાયો

મોરબીના અરુણોદયનગર વિસ્તારમાં ગજાનન મિત્ર મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગણપતિ મહારાજની પૂજા અર્ચના સાથે વિવિધ ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં શનિવારે રાત્રીના ગણેશ ભગવાનના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા હતા. ગજાનન મિત્ર મંડળના સભ્યો મહાવીરસિંહ જાડેજાની દીકરી પૂજાબા ગણપતિ બની હતી જયારે ધર્મેન્દ્રભાઈ કક્કડની ટ્વીન્સ દીકરીઓ રિયા અને રીચા રિદ્ધિ-સિદ્ધિના બની હતી . ગણપતિ મહારાજનો લગ્નોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. વાજતે ગાજતે જાનનું પ્રસ્થાન થયા બાદ સામૈયા કરવામાં આવ્યા હતા તેમજ લગ્નના ફેરા સહિતની વિધિ સાથે લગ્નોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

 

Leave A Reply

Your email address will not be published.