મોરબી જૈન સમાજ દ્વારા પર્યુષણ મહાપર્વ નિમિતે પ્રભુજીની રથયાત્રા યોજાઈ

જૈન સમાજના વાર્ષિક પર્યુષણ મહાપર્વ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે રથયાત્રા આજે સવારે દરબાર ગઢ ખાતેના જૈન દેરાસરથી પ્રસ્થાન કરીને મુખ્યમાર્ગો પર ફરી હતી અને પ્લોટ દેરાસર ખાતે પહોંચી હતી. આ રથયાત્રામાં ભગવાનની પાલખી તથા રથમાં ભગવાનને પધરાવેલ. પાલખી ઉપાડવાનો ચઢાવો ભાવેશભાઈ દોશીએ તેમજ રથમાં ભગવાન લઈને બેસવાનો ચઢાવો એન.એસ.ગાંધી પરિવારે લાભ લીધો હતો. જૈન સમાજના સંખ્યામાં ભાઈઓ અને બહેનો રથયાત્રામાં જોડાયા હતા. રથયાત્રામાં પુ. સાધ્વીજી મહારાજ પણ જોડાયા હતા. ભગવાનનું પારણું લઈને શાહ અનસોયાબેન છબીલદાસ પરિવારે લાભ લીધો હતો.

 

Comments
Loading...
WhatsApp chat