મોરબી તાલુકામાં આપઘાત-અપમૃત્યુના બનાવોમાં પરિણીતા સહીત ચારના મોત

મોરબીની ધર્મનગર સોસાયટીમાં બીજા માળે છત પરથી પડી જતા મોત

શહેરની ધર્મનગર સોસાયટીમાં રહેતા માનસિક બીમાર યુવાન ઘરે બીજા માળની છત પરથી નીચે પડી જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું

મોરબીની ધર્મનગર સોસાયટી રાજપર રોડ પર રહેતા સંજયભાઈ અમૃતલાલ સિંધવ નામના યુવાન છેલ્લા ત્રણ ચાર મહિનાથી માનસિક બીમાર હતા અને ગત તા. ૦૧ ના રાત્રીના દશેક વાગ્યાની આસપાસ તેના ભાઈ હિતેશભાઈના ઘરના બીજા માળની છત પરથી નીચે પડી જતા ગંભીર ઈજા પહોંચી હતી જેથી મોરબી અને બાદમાં સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવારમાં મોત થયું હતું મોરબી એ ડીવીઝન પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

 

મોરબીના શક્તિનગર (રંગપર) ગામે એસીડ પી લેતા પરિણીતાનું મોત

શક્તિનગર (રંગપર) ગામે રહેતા ૨૬ વર્ષીય પરિણીતાએ પોતાના ઘરે એસીડ પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જોકે સારવાર કારગત નીવડે પૂર્વે જ પરિણીતાએ દમ તોડ્યો હતો બનાવને પગલે પાંચ વર્ષના માસૂમે માતાની છત્રછાયા ગુમાવી છે

મોરબીના શક્તિનગર રંગપર ગામના રેહવાસી ભક્તિબા રાજદીપસિંહ ઝાલા (ઉ.વ.૨૬) નામના પરિણીતા ગત તા. ૩૦ જુનના રોજ સાંજે પોતાના ઘરે કોઈ કારણોસર એસીડ પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા મૃતકનો લગ્નગાળો ૭ વર્ષનો છે અને તેને સંતાનમાં ૫ વર્ષનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે

 

મોરબીના બેલા નજીક તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત

બેલા ગામની સીમમાં આવેલ તળાવના પાણીમાં ડૂબી જતા ૧૮ વર્ષના યુવાનનું મોત થયું છે પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

મોરબીના બેલા ગામે એન્ટીક સિરામિકમાં કામ કરતા સંજયભાઈ નંદકિશોરભાઈ બાલમુચુ (ઉ.વ.૧૮) નામના યુવાન ગત તા. ૦૨ ના રોજ બપોરે બેલા ગામ નજીક આવેલ તળાવના પાણીમાં કોઈ કારણોસર ડૂબી જતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

 

મોરબીના લાલપર ગામની સીમમાં ગળેફાંસો ખાઈ આધેડનો આપઘાત

લાલપર ગામની સીમમાં આવેલ ફેકટરીના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ ૪૩ વર્ષના આધેડે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું હતું

મૂળ ઓડીસાના વતની હાલ મોરબીના લાલપર ગામની સીમમાં આવલ જેડ વિટ્રીફાઈડ ફેકટરીમાં રહીને કામ કરતા સંજયભાઈ દુર્યોધનભાઈ મહંતો (ઉ.વ.૪૩) નામના આધેડ ગત તા. ૦૨ ના રોજ બપોરે પોતાના લેબર ક્વાર્ટરમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.