મોરબી મહિલા દૂધ સંઘના પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી સંગીતાબેન કગથરા ચેરમેન તરીકે યથાવત

ડાહીબેન દોરાલા વાઇસ ચેરમેન બન્યા; 18 હજાર પશુપાલકોને મળશે વધુ મજબૂત નેતૃત્વ

 

 

હળવદ : રાજ્યની એકમાત્ર મહિલાઓ દ્વારા સંચાલિત શ્રી મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. (મયુર ડેરી)ના ચેરમેન અને વાઇસ ચેરમેનની બુધવારે યોજાયેલી ચૂંટણીમાં સર્વસંમતિથી બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ચેરમેન તરીકે સંગીતાબેન રજનીભાઈ પટેલ (કગથરા) યથાવત રહ્યા છે, જ્યારે વાઇસ ચેરમેન તરીકે ડાહીબેન દેવશીભાઈ ભરવાડ (દોરાલા, હળવદ)ની બિનહરીફ પસંદગી કરવામાં આવી છે.

મોરબી જિલ્લાની મહિલા સશક્તિકરણનું પ્રતિક ગણાતી આ દૂધ સંઘનું સમગ્ર સંચાલન મહિલાઓના હાથમાં છે. નવી જવાબદારી સંભાળનાર બંને હોદ્દેદારોને સંઘના ડિરેક્ટરો, કર્મચારીઓ, વિવિધ દૂધ મંડળીઓના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં પશુપાલકોએ શુભેચ્છાઓ પાઠવી હતી. હાલમાં મોરબી, હળવદ, માળિયા-મીયાણા, ટંકારા અને વાંકાનેર તાલુકાની આશરે 300 દૂધ મંડળીઓ આ સંઘ સાથે જોડાયેલી છે. દરરોજ અંદાજે એક લાખ લીટર દૂધનું એકત્રીકરણ કરવામાં આવે છે અને આશરે 18 હજાર પશુપાલકો આ સંઘ સાથે સીધા સંકળાયેલા છે.

આ અંગે માહિતી આપતા સંઘના એમ.ડી. સુમિત કુમારે જણાવ્યું હતું કે, સંઘનો મુખ્ય ઉદ્દેશ પશુપાલકોની આર્થિક સમૃદ્ધિ સુનિશ્ચિત કરવાનો છે. પશુઓની સારવાર નજીવા દરે ઉપલબ્ધ કરાવવા ઉપરાંત વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા દૂધ ઉત્પાદનમાં વધારો અને દૂધની ગુણવત્તામાં સુધારો થાય તે માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સંઘ દ્વારા લેવાતો દરેક નિર્ણય પશુપાલકોના હિતને કેન્દ્રમાં રાખીને લેવામાં આવે છે.

 

મયુર રાવલ હળવદ

 

Leave A Reply

Your email address will not be published.