



વાંકાનેરના નવાપરા ખડીપરા રામાપીરના મંદિર પાસે ખુલ્લામાં જુગાર રમતા મહિલા સહીત ચાર પત્તાપ્રેમીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન નવાપરા ખડીપરા રામાપીરના મંદિર પાસે ખુલ્લામાં જુગાર રમતા દીપકભાઈ નરેન્દ્રદાસ નિસાદ, સરમનભાઈ નરેન્દ્રદાસ નિસાદ, બલવાનભાઈ ઉંદલસિંગ નિસાદ અને શાંતીબેન ભીમજીભાઈ રાઠોડને રોકડ રકમ રૂ.૫૨૩૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.