વાંકાનેર તાલુકામાં ૪ કલાકમાં ૪ ઈંચથી વધુ વરસાદ, ઘોડાધ્રોઈ ડેમ ૭૦ ટકા ભરાયો

 

મોરબી પંથકમાં ગુરુવારથી મેઘરાજા મહેરબાન થયા છે અને ગઈકાલે સારા વરસાદ બાદ શુક્રવારે સવારથી મેઘ મહેર વરસી રહી છે જેમાં બપોરે ૨ વાગ્યા સુધીમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ બાદ વધુ અડધો ઇંચ વરસાદ બપોરે ૨ થી ૪ સુધીમાં નોંધાયો છે અને આજે સવારથી બપોરે ૪ સુધીમાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે તો વાંકાનેર પંથકમાં બપોરે ૧૨ થી સાંજે ૪ સુધી માત્ર ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો

મોરબી જીલ્લામાં શુક્રવારે સવારે ૬ થી સાંજે ૪ સુધીના વરસાદના આંકડા જોઈએ તો માળિયા તાલુકામાં ૪૨ મીમી, મોરબી તાલુકામાં ૯૩ મીમી, ટંકારા તાલુકામાં ૨૦ મીમી, વાંકાનેર તાલુકામાં ૧૧૭ મીમી અને હળવદ તાલુકામાં ૨૫ મીમી વરસાદ નોંધાયો હતો

 

ઘોડાધ્રોઈ ડેમ ૭૦ ટકા ભરાઈ ગયો, ૧૦ ગામોને એલર્ટ

મોરબીના જીકીયાલી ગામ નજીક આવેલ ધોડાધ્રોઈ સિંચાઈ યોજના રૂલ લેવલ મુજબનું ૭૦ ટકા પાણી ભરાઈ ગયું છે અને પાણીની આવક ચાલુ હોવાથી વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થતા નીચાણવાળા ગામોને તકેદારીના પગલા લેવા અને નદીના પટમાં અવરજવર નહિ કરવા સુચના આપવામાં આવી છે

નદીમાં પાણી છોડવામાં આવતા મોરબી તાલુકાના જીકીયાળી, ચકમપર, જીવાપર, જસમતગઢ, શાપર, જેતપર, રાપર, તેમજ માળિયા તાલુકાના સુલતાનપુર, માણાબા અને ચીખલી સહિતના ૧૦ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે

 

Leave A Reply

Your email address will not be published.