



વાંકાનેરના રાજાવડલા ગામેં એકાદ વર્ષ પહેલા થયેલ બોલાચાલી થતા મોટર સાઈકલ અડી જવા જેવી સામાન્ય બાબતે મારામારી થઇ હતી જે મામલે વાંકાનેર સીટી પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
વાંકાનેરના રાજાવડલા ગામે રોહિતભાઈ રાજેશભાઈ છત્રોટીયા એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે રોહિતભાઈને આરોપી નવધણ બેચરભાઈ દેત્રોજા સાથે બોલાચાલી થઇ હોય તેમજ રોહિતભાઈ પોતાનું મોટર સાઈકલ લઈને જતા હોય દરમિયાન આરોપી શ્યામજી વિનોદભાઈ દેત્રોજા રોડ પર ચાલીને જતા હોય અને આરોપી શ્યામજીનો હાથ રોહિતભાઈને અડી જતા બોલાચાલી થયેલ બાદ આરોપી અવિનાશ બેચરભાઈ દેત્રોજા, નવઘણભાઈ દેત્રોજા, શ્યામજી વિનોદભાઈ દેત્રોજા અને ચેતન બેચરભાઈ દેત્રોજા એ રોહિતભાઈને ગાળો આપી આરોપી અવિનાશે રાજેશભાઈને લોખંડના પાઈપ વડે માર મારી ઈજા કરી તથા રમેશભાઈને આરોપી નવઘણએ લોખંડના પાઈપ વડે પીઠના ભાગે માર મારતા ઈજા થઇ હતી તેમજ આરોપી શ્યામજી એ લોખંડના પાઈપ વડે રોહિતભાઈને માર મારી ઈજા કરી આરોપી ચેતનભાઈ એ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે
તો સામાપક્ષે શ્યામજી વિનોદભાઈ દેત્રોજા એ ફરિયાદ નોંધાવી છે કે તેને આરોપી રોહિત રાજેશભાઈ છત્રોટિયા ને એકાદ વર્ષ પહેલા બોલાચાલી થયેલ જેનો ખાર રાખી તા. ૨૯ ના રોજ શ્યામજી તથા સાહેદ સાથે બોલાચાલી કરી રાજેશભાઈ માનસિંગભાઈ છત્રોટીયા ના એ અવિનાશને માથામાં લોખંડના પાઈપ વડે માર મારી ઈજા કરી તથા રમેશ ઉર્ફે કુકો માનસિંગભાઈ છત્રોટીયા ના એ નવઘણને લોખંડના પાઈપ વડે માર મારી ઈજા કરી તથા રોહિતે લાકડાના ધોકા વડે માર મારી ઈજા કરી તેમજ રોનક રાજેશભાઈ છત્રોટીયા એ ઢીકા પાટુંનો માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે
વાંકાનેર સીટી પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે