મોરબીમાં પાર્કિંગ તારીખની સુચના આપતા બોર્ડ પર કપડું કોણે ઢાંકી દીધું, વાહનચાલકો ને દંડ માટે જવાબદાર કોણ ?

 

મોરબીમાં તંત્ર એટલી હદે નીમ્ભર છે કે પોતાની જાતે કોઈ કામગીરી કરવી ગમતી જ ના હોય તેવું લાગી રહ્યું છે કોઈ ફરિયાદ આવે અથવા માધ્યમોમાં સમાચાર આવે તો જ તંત્ર જાગતું હોય છે મોરબીમાં ટ્રાફિક સમસ્યાને પગલે વાહન પાર્કિંગ માટે એકી બેકી પાર્કિંગ માટે તારીખોનું બોર્ડ લગાવવામાં આવતું હોય છે આવા એક બોર્ડ પર કોઈએ કપડું ઢાંકી દીધું હતું

મોરબીના હોસ્પિટલ ચોકથી વિજય ટોકીઝ ચાર રસ્તા તરફ જતા રોડ પર દિગંબર જૈન મંદિર સામે ટ્રાફિક વિભાગ દ્વારા તારીખ પ્રમાણે પાર્કિંગ કરવા માટે એકી બેકી તારીખનું બોર્ડ લગાવેલું હોય છે જે બોર્ડમાં કોઈએ કપડું લગાવી દીધું છે હવે કોઈએ ટીખળ ખાતર કે પોતાની બાજુ પાર્કિંગ ના થાય તેવા ઈરાદાથી કપડું લગાવ્યું છે તે તો તપાસનો વિષય છે જોકે આ મુખ્ય માર્ગ છે અને અહીંથી જવાબદાર પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ પસાર થતા હોય છે છતાં કોઈને ધ્યાને કેમ ના આવ્યું તે મોટો પ્રશ્ન છે

Leave A Reply

Your email address will not be published.