માળિયા-ટંકારા અને વાંકાનેરમાં અકસ્માતના બનાવ, કાકા-ભત્રીજા સહીત ચારના મોત

માળિયા-જામનગર હાઈવે પર કાર અને ટ્રક અથડાતા પરિવારના ચાર સભ્યોને ઈજા, એકનું મોત

માળિયા જામનગર હાઈવે પરથી પરિવાર કારમાં જતો હતો ત્યારે ટ્રક ચાલકે કાર સાથે અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં કારમાં સવાર દંપતી, વૃદ્ધા સહીત ચારને ઈજા પહોંચી હતી તેમજ એક મહિલાનું મોત થયું છે

ગાંધીધામ તાલુકાના અર્બુદાનગર અંતરજાળના રહેવાસી કુશલ ધર્મેન્દ્રભાઈ વાઘમશી (ઉ.વ.૨૩) વાળાએ ટ્રક જીજે ૧૨ બીવી ૩૦૭૪ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ટ્રક ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી માળિયા જામનગર હાઈવે પર મોટી બરાર ગામથી પીપળીયા ચાર રસ્તા જતા રોડ પર ફરિયાદીના ભાઈ પ્રિન્સ ધર્મેન્દ્રભાઈ વાઘમશીની કાર જીજે ૩૯ સીએ ૦૭૬૫ ને હડફેટે લઈને અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં ફરિયાદીના ભાઈ પ્રિન્સ, ભાભી, દાદી અને ભત્રીજીને સામાન્ય ઈજા પહોંચી હતી તેમજ ફરિયાદીના ભાઈના સાલી એકતાબેન અરવિંદભાઈ કાતરીયાને માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા મોત થયું હતું માળિયા (મી.) પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

ટંકારા લતીપર રોડ પર આઈસર અને ઓટો રીક્ષા વચ્ચે અકસ્માત, રીક્ષામાંથી પડી જતા યુવાનનું મોત

ટંકારાના લતીપર રોડ પરથી રીક્ષામાં બેસી પરિવાર જામનગર જતો હતો ત્યારે આઈસર ચાલકે રિક્ષાને ટક્કર મારી હતી જે અકસ્માતમાં મહિલા અને રીક્ષાચાલકને ઈજા પહોંચી હતી તેમજ પતિ રીક્ષામાંથી નીચે પડી જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું

જામનગર એરફોર્સ રેલ્વે કોલોની સામે રહેતા મીરાબેન નરશીભાઈ મકવાણાએ આઈશર જીજે ૦૩ એટી ૧૬૯૫ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી મીરાબેન, તેના પતિ નરશીભાઈ પ્રાગજીભાઈ મકવાણા (ઉ.વ.૩૪) અને દીકરો કાનો બધા મોરબી રફાળેશ્વરથી જામનગર રીક્ષા જીજે ૩૬ યુ ૫૬૨૨ વાળીમાં બેસીના જતા હતા ટંકારા લતીપર રોડ પર તાલુકા પંચાયત આગળ પહોંચતા આઈશર ચાલકે અચાનક ડાબી બાજુથી ચલાવીને રોડ વચ્ચે આવતા રીક્ષા અને આઈસર અથડાયા હતા જે અકસ્માતમાં ફરિયાદી મીરાબેન અને રીક્ષાચાલકને ઈજા પહોંચી હતી જયારે ફરિયાદીના પતિ નરશીભાઈ મકવાણા રીક્ષામાંથી નીચે પડી જતા માથે અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

વાંકાનેરના જડેશ્વર રોડ પર બાઈક અને કાર અથડાયા, કાકા-ભત્રીજાના મોત

જડેશ્વર રોડ પરથી ત્રિપલ સવારી બાઈક અને કાર વચ્ચે ટક્કર થઇ હતી કાર ચાલકે બાઈકને સામેથી ઠોકર મારી અકસ્માત કરતા બાઈક સવાર કાકા-ભત્રીજાનું મોત થયું હતું જયારે અન્ય એકને ઈજા પહોંચી હતી

મૂળ મધ્યપ્રદેશ હાલ વાંકાનેર સીટી સ્ટેશન રોડ પર રહેતા સુનીલ લખનલાલ વિશ્વકર્મા (ઉ.વ.૨૪) નામના યુવાને કાર જીજે ૨૧ એએચ ૩૪૨૧ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈ દુર્ગેશ લખનલાલ વિશ્વકર્મા (ઉ.વ.૨૨) વાળા તેનું બાઈક જીજે ૦૩ એફએ ૩૮૮૮ લઈને ફરિયાદીના દીકરા આયરવ ઉર્ફે બસંત (ઉ.વ.૦૩) અને ફરિયાદીના સંબંધી આકાશને બેસાડી બાઈક લઈને જડેશ્વર રોડ પરથી જતા હતા ત્યારે કાર ચાલકે પુરઝડપે ચલાવી ફરિયાદીના ભાઈના મોટરસાયકલને સામેથી ઠોકર મારી પછાડી દીધા હતા જે અકસ્માતમાં આકાશ વિશ્વકર્માને સામાન્ય ઈજા પહોંચી હતી તો ફરિયાદીના દીકરા આયરવ ઉર્ફે બસન્ત અને ફરિયાદીના ભાઈ દુર્ગેશને ગંભીર ઇં પહોંચતા મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.