મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કાઉન્સિલરે છોડ્યો ભાજપનો સાથ, કોંગ્રેસમાં જોડાયા

મોરબી શહેરના પૂર્વ પાલિકા પ્રમુખ અને પૂર્વ કાઉન્સિલરે ભાજપનો સાથ છોડી વિધાનસભાની પેટા ચૂંટણી સમયે જ કોંગ્રેસમાં પ્રવેશ કરતા ભાજપમાં ભંગાણ થયું છે

મોરબી શહેરના માજી મહિલા નગરપતિ નીરૂબેન પરમાર તથા માજી કાઉન્સિલર દેવજીભાઈ પરમારે ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. ત્યારે કાર્યક્રમમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ લલિત કગથરા અને કોંગ્રેસના ઉમેદવાર જ્યંતિભાઈ પટેલ સહિતના સ્થાનીય નેતાએ બન્નેને કોંગ્રેસનો ખેસ ધારણ કરાવી તેઓને આવકારયા હતા અને જણાવ્યું હતું કે ભાજપની નીતિ રીતિ અને અવગણનાથી ત્રાહિમામ થઈને વર્ષો જુના ભાજપના સ્થાનીય એવા બન્ને નેતાઓએ કોંગ્રેસની વિચારધારાથી આકર્ષાઈને કોંગ્રેસમાં આવવાનું મન બનાવ્યું હતું. બન્ને નેતાઓને વિશાળ કોંગી કાર્યકર્તાઓની હાજરીમાં કોંગ્રેસમાં પ્રવેશ અપાયો ત્યારે “જ્યંતીલાલ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હે”, અને “જીતશે જ્યંતીલાલ”ના નારાઓ વચ્ચે બન્ને નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

મનોજભાઈ પનારાની આગેવાનીમા ભાજપના સભ્યો વિધીવતરીતે કોંગ્રેસમા જોડાયા ત્યારે ટંકારા-પડધરી ના ધારાસભ્ય લલીતભાઈ કગથરા, ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયા, જામજોધપુરના ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઈ રબારી, સહીતના અગ્રણીઓએ તેમનું અભિવાદન કરી વિધીવત રીતે આવકાર્યા હતા.

Leave A Reply

Your email address will not be published.