અંબાજી મંદિર ટ્રસ્ટ , દ્વારા હડીયાણા મુકામે દર વર્ષે યોજાતો આગામી નવચંડી યજ્ઞ આ વર્ષે પ્રતિકાત્મક રીતે યોજાશે. ।


અંબાજી મંદિર ટ્રસ્ટ, હડિયાણા દ્વારા વર્ષો થી પરંપરા મુજબ યોજાતો નવચંડી યજ્ઞ અંગે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ વર્ષ ના નવચંડી યજ્ઞ અંગે નો નિર્ણય લેવામાં આવ્યો છે કે, હર વર્ષ ની પરંપરા મુજબ નવચંડી યજ્ઞ ચાલુ રહેશે પરંતુ કોરોના મહામારી ના કારણે સરકારશ્રી ની ગાઈડલાઈન અને આદેશ મુજબ અને ભક્તજનો માં પણ કોરોના સંક્રમણ ન ફેલાય તે ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવ્યો છે કે, માત્ર ને માત્ર ટ્રસ્ટી મંડળ માં થી કોઇ એક કપલ યજ્ઞ ના યજમાન પદે બિરાજમાન થશે અને માત્ર ટ્રસ્ટી અને બ્રાહ્મણો ની હાજરી માં જ આ વર્ષ ની નવચંડી યજ્ઞ નું કાર્ય પૂર્ણ કરવામાં આવશે તો આ કપરા સમય માં આપ સહુ પરિવાર વતી ટ્રસ્ટ દ્વારા આ હોમાત્મક નવચંડી યજ્ઞનું કાર્ય પૂર્ણ કરવામાં આવશે ।
યજ્ઞ કાર્ય ના લાઈવ દર્શન આપણા ફેસબુક પેજ પર થી નિહાળી શકાશે જેથી કરીને સરકાર ની કોરોના મહામારી અંગેની ગાઈડલાઈન નું ઉલઘન ના થાય અને પરિવાર માં થી કોઈ ત્યાં ઉપસ્થિત થવાની જરૂર રહેતી નથી ફેસબુક પેજ પર થી લાઈવ યજ્ઞ દર્શન,બીડું હોમવાનું અને માતાજી ની આરતી આપ લાઈવ નિહાળી શકશો જેની સર્વે પરિવાર નોંધ લેશો. જેથી હડિયાંણા મુકામે કોઈએ જવાની જરૂર રહેશે નહીં ઘરે થી જ લાઈવ દર્શન કરી અને સરકારશ્રી ની ગાઈડ લાઈન નું ઉલ્લંઘન ન થાય એ બાબતે આપણે કાળજી રાખીએ
ટ્રસ્ટ દ્વારા પરિવાર ના કોઈ સભ્ય એ હડિયાણા મુકામે ન પધારવા વિનંતી કરવામાં આવે છે તેમજ આ વર્ષે નવચંડી યજ્ઞ કાર્ય સિવાય ના તમામ કર્યો જેવાકે, વિધાર્થી ઓને ઇનામ વિતરણ, ભોજન સમારંભ વગેરે તમામ આયોજનો પણ મોકૂફ રાખેલ છે તેની સર્વે નોંધ લેશોજી તો ટ્રસ્ટ દ્વારા લેવામાં આવેલ આ નિર્ણય ને આપ સૌ પરિવાર જનો સ્વીકારશો તેવી ટ્રસ્ટી મંડળ દ્વારા અપીલ કરવામાં આવે છે ।
આ કોરોના મહામારી ના કારણે ટ્રસ્ટ દ્વારા લેવામાં આવેલ આ વર્ષ ની નવચંડી યજ્ઞ અંગે નો નિર્ણય સ્વીકારશો તેવી આશા સહ… આ અંગે વધુ વિગત માટે શ્રી મનીષભાઈ ઠાકર ( મંત્રી) નો મો. નંબર 9825900020 ઉપર ફોન દ્વારા માહિતી મેળવી શકાશે.


