

મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન સો-ઓરડી વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં વર્લી-મટકાના આંકડા પર જુગાર રમતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન વરિયા મંદિર વાળી શેરી પાસે આ શખ્સ નસીબ આધારિત પૈસાની હારજીતનો ખેલ ખેલતો મળી આવતા પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ, બી ડિવિઝન પોલીસ ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે સો-ઓરડી શેરી નં. ૬ માં રહેતો કલ્પેશ દિનેશભાઇ મજેઠીયા નામનો શખ્સ જાહેર રોડ પર વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમાડતો હતો. પોલીસે દરોડો પાડી આરોપી પાસેથી રોકડા રૂ. ૧,૦૦૦, આંકડા લખેલી ડાયરી અને બોલપેન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે જુગારધારા હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.


