મોરબીમાં ફૂડ સેફટી ટીમનો સપાટો, ૫૬ સ્થળોએ તપાસ કરી વાસી અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કર્યો

 

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં નાસ્તા તેમજ ફરસાણના વેપારીઓની પેઢીમાં તપાસ કરવામાં આવી હતી ૫૬ સ્થળે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં સ્થળ પર જ અખાદ્ય ખોરાકનો નાશ કરી પેઢીને નોટીસ ફટકારવામાં આવી હતી

ફૂડ શાખાના ચેકિંગમાં અમુલ ડેરી ફાર્મમાંથી bacterial culture  ના પેકેટ માં કોઈ licence number મળેલ ન હોય જેથી તેનો સ્થળ પર જ નાશ કર્યો હતો પ્રકાશ બેકરીમાંથી બ્રેડ પાઉ જેમાં expiry date mention ન હોય તેવા અખાદ્ય ખોરાક નો નાશ, વજુભાઈ બ્રેડવાળા તથા લાલજીભાઇ બ્રેડવાળા માંથી બ્રેડ પર expiry date mention ન હોય તેવા અખાદ્ય ખોરાક નો નાશ, today bakery માંથી ટોસ્ટ અને ice cream જેમાં કોઈ પણ expiry date mention ન હોય તેવા ખોરાકનો નાશ  રોયલ સુપર માર્કેટમાંથી  expiry date જતી રહેલ ખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો

આ સાથે ફૂડ શાખા દ્વારા ટોટલ ૪૩ પેઢીઓને હાઈજીન બાબત, ફૂડ લાઈસન્સ તથા વાસી અને અખાદ્ય ખોરાક બાબતે નોટિસ પાઠવામાં આવી હતી વેપારીઓને તાકીદ કરવામાં આવી હતી કે ફૂડ ચેકિંગ કામગીરી સતત કરવામાં આવશે જેથી વેપારીઓને નિયમોનું ચુસ્ત પાલન કરવા જણાવ્યું છે

 

Leave A Reply

Your email address will not be published.