



મોરબી મહાનગર પાલિકાની ફૂડ શાખા દ્વારા ખાણી પીણી તથા ફરસાણની 45 પેઢીઓમાં ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી શહેરના નવાડેલા રોડ રોડ, વાવડી રોડ, મહેન્દ્રનગર ચોકડી અને ભક્તિનગર સર્કલ સહિતના સ્થળોએ ૪૫ પેઢીમાં તપાસ કરવામાં આવી હતી જે તપાસ દરમિયાન બેદરકારી દાખવનાર વેપારીઓને નોટીસ પાઠવી હતી
તેમજ મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ ઉમા હોટેલમાંથી ૫ પેકેટ ફૂગવાળા પીઝાના રોટલા, ૧ કિલો વાસી નૂડલ્સ, ૨ કિલો મંચુરિયનનો નાશ કરવામાં આવ્યો હતો અને અનહાઈજેનીક સ્થિતિને પગલે પેઢીને નોટીસ ફટકારવામાં આવી છે તેમજ મહેન્દ્રનગર ચોકડી પાસે એક્શન ચાઇનીઝમાંથી ૫ કિલો મંચુરિયન, ૨ કિલો નૂડલ્સ અને ૨ કિલો ભાગનો નાશ કરાયો હતો ભક્તિનગર સર્કલ પાસે આવેલ વિરાટ પાઉભાજીમાંથી ફૂગ વાળા આદુ, વાસી કોફતાનો નાશ કર્યો હતો અને પેઢીને નોટીસ ફટકારી હતી વાવડી રોડ પર મોમાઈ ફાસ્ટફૂડમાંથી ૪ કિલો મંચુરિયન, ૧ કિલો વાસી ભાત અને ફૂગવાળા લીંબુ અને ડુંગળીનો નાશ કર્યો હતો. શ્રીયાંશ ફાસ્ટફૂડમાંથી ૧ કિલો નૂડલ્સ, ૧ કિલો વાસી બટેકા અને ચટણીનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો ઉમા ટાઉનશીપ સામે આવેલ કુળદેવી ફાસ્ટફૂડમાંથી ૩ કિલો નૂડલ્સ, ૨ કિલો ભાત, ૪ કિલો મંચુરિયનનો સ્થળ પર નાશ કરાયો હતો



