માળિયાના ચાચાવદરડા ગામે જાહેર જુગાર રમતા પાંચ ઝડપાયા

 

માળિયા તાલુકાના ચાચાવદરડા ગામમાં હનુમાનજી ડેરી પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૨,૩૦૦ જપ્ત કરી છે

 

માળિયા (મી.) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળતા ટીમે ચાચાવદરડા ગામમાં રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા પાર્થ નવલભાઈ આદ્રોજા, મોહનભાઈ મોતીભાઈ વણોલ, હિતેશ હમીરભાઈ પરમાર, દિલીપ હમીરભાઈ પરમાર અને પ્રભુભાઈ મોતીભાઈ આદ્રોજા એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧૨,૩૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.