રશિયા વતી લડતા યુક્રેનમાં સરન્ડર કરનાર વધુ એક ભારતીય યુવાનનો વિડીયો સામે આવ્યો

યુવાનોને રશિયાના વિઝા નહિ આપવા ભારત સરકારને અપીલ ભારત અને નેપાળના અનેકના મૃત્યુ પોતે જોયાનો કર્યો દાવો

 

મોરબીનો સાહિલ માજોઠી રશિયા વતી યુદ્ધ લડતા યુક્રેનમાં સરન્ડર કર્યું છે જેને વતનમાં પરત લાવવા તેને વકીલ બે વખત યુક્રેનની મુલાકાતે જઈ આવ્યા છે અને કાનૂની લડત લડી રહ્યા છે ત્યારે વધુ એક યુવાનનો વિડીયો સામે આવ્યો છે અન્ય એક ભારતીય પણ યુક્રેનમાં ફસાયો છે જેને વિડીયો સંદેશ આપતા ભારતીય યુવાનોને રશિયા નહિ જવા અપીલ કરી છે

 

રશિયા વતી યુદ્ધ લડતા યુક્રેનમાં સરન્ડર કરનાર ભારતીય યુવાન ગુરપ્રીત રંઘાવા નામના યુવાનનો વિડીયો સામે આવ્યો છે જેમાં યુવાન ભારતની સરકારને અપીલ કરે છે કે રશિયાના વિઝા બેન કરો રશિયા ધોકેબાજ છે ભારતીય યુવાનોને ફસાવે છે ફેસબુકમાં લાખોની નોકરીની ઓફર કરે છે અને ઓફરની લાલચમાં યુવાનો રશિયા જાય ત્યાં ફસાઈ જાય છે યુવાને મોટો દાવો કરતા જણાવ્યું હતું કે તેની નજર સામે ભારત અને નેપાળના હજારો-લાખો લોકો માર્યા ગયા છે જેથી ભારતના યુવાનો રશિયા ના જાય તેવી અપીલ કરી હતી

Leave A Reply

Your email address will not be published.