ટંકારા લજાઈ ચોકડી નજીક ગળેફાંસો ખાઈ ૨૦ વર્ષના યુવાને આપઘાત કર્યો

 

લજાઈ ચોકડી નજીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં ૨૦ વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ લેતા મોત થયું છે ટંકારા પોલીસે બનાવ મામલે તપાસ હાથ ધરી છે

 

મૂળ નડિયાદ તાલુકાના કંજરીગામ ગોયા તળાવના વતની હાલ ટંકારા તાલુકાના લજાઈ ચોકડી પાસે ડ્રિક સ્ટુડિયો કારખાનામાં રહીને કામ કરતા પ્રતિકભાઈ પુંજાભાઈ રાઠોડ (ઉ.વ.૨૦) નામના યુવાને લેબર ક્વાર્ટરમાં પોતાની જાતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક યુવાન ફોનમાં સતત વાતચીત કરતો હતો અને એકલવાયું જીવન જીવતો હતો જેથી તેના ભાઈ અને માતા પિતાએ કારખાને એકલા કામ કરવા જવાની ના પાડી હતી જે મનોમન લાગી આવતા યુવાને આપઘાત કરી લીધાનું ખુલ્યું છે ટંકારા પોલીસે આપઘાતના બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.