

મોરબીના બેલા રંગપર નજીક વિકોન સિરામીક કારખાનામાં ટ્રક આપમેળે ચાલવા લાગતા ચાલક આગળના ભાગે રોકવા જતા ટ્રક અને દીવાલ વચ્ચે દબાઈ જતા ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના પીપળી ગામે રહેતા નજીરહુશેન મનીરહુશેન અંશારી એ બેલા રંગપર ગામ નજીક વિકોન સિરામિક કારખાનામાં માટી વિભાગમાં પોતાનો ટ્રક આઈસર જીજે ૧૨ બીટી ૨૯૦૧ ચાલી રાખી જમવા જતા હોય દરમિયાન આઈસર ટ્રક પોતાની મેળે આગળ દોડવા લાગતા આઈસર ટ્રકને આગળના ભાગે ઉભું રાખવા જતા આઈસર થતા દીવાલ વચ્ચે આવી જતા માથાના ભાગે થથા શરીરે ગંભીર ઈજા પહોચતા મૃત્યુ નીપજ્યું હતું.જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે