

મોરબીના રફાળેશ્વર ગામે આવેલ મગફળીના ગોડાઉનમાં આગ ભભૂકી હતી જેને ૨૪ કલાકની જહેમત બાદ ફાયરની ૧૦ ટીમોએ કાબુ મેળવી લીધાની જાહેરાત કરવામાં આવી હતી અને સાંજ સુધી કૂલિંગ કામગીરી ચાલી હતી દરમિયાન મોડી સાંજે ફરી આગની જ્વાળાઓ જોવા મળી હતી અને આગ ફરી બેકાબુ બની જતા ફાયર ટીમો આગ પર કાબુ મેળવવા પ્રયત્નશીલ છે
મોરબીના રફાળેશ્વર ગામે નાફેડ દ્વારા ખરીદી કરેલ ૧,૫૯,૦૦૦ મગફળીની બોરીઓ વેરહાઉસ કોર્પોરેશનના ભાડાના ગોડાઉનમાં રાખવામાં આવી હતી જ્યાં શનિવારે બપોરે આગ લાગતા મોરબી, રાજકોટ અને જામનગર સહીત ૧૦ ફાયરની ટીમોએ ૨૪ કલાક સુધી ૪૫ લાખ લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો અને કૂલિંગ કામગીરી મોડી સાંજ સુધી કરવામાં આવી હતી જોકે રવિવારે સાંજ આગની જ્વાળાઓ ઉઠી હતી આગ ફરી બેકાબુ બની જતા ફાયર ટીમોએ કામગીરી શરુ કરી હતી ફેક્ટરી શેડ તોડી મગફળીમાં આગ બુઝાવવાની કામગીરી ટીમો કરી રહી છે
મગફળી ગોડાઉનમાં આગ મામલે તાલુકા પોલીસ મથકમાં નોંધ કરાવી
મગફળી ગોડાઉનમાં આગ લાગવા મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ગોડાઉન મેનેજર એચ જી રાઠોડે નોંધ કરાવી હતી ગોડાઉનમાં ૧.૫૯ લાખ ગુણીઓ રાખવામાં આવી હતી અને મગફળીની કીમત ૪૪ કરોડથી વધુ થતી હોય જે મગફળીના જથ્થામાં આગ લાગી હોવાની પોલીસ મથકમાં નોંધ કરાવી હતી