

મોરબી હળવદ રોડ પર કડીયાણા ગામ નજીક છોટા હાથીના ચાલકે પોતાનું વાહન પુરઝડપે ચલાવી રાહદારી મહિલાને ઠોકર મારી હતી જે અકસ્માતમાં રાહદારી મહિલાને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અકસ્માત બાદ પોતાનું વાહન સ્થળ પર મૂકી ચાલક નાસી ગયો હતો
હળવદ તાલુકાના કડીયાણા ગામના રહેવાસી રાયમલભાઈ રૌભાઈ ઠુંગાએ છોટા હાથી જીજે ૩૬ વી ૦૬૨૪ નાં ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે છોટા હાથી ચાલકે પોતાનું વાહન પુરઝડપે ચલાવી મોરબી હળવદ રોડ પર કડીયાણા ગામ નજીક ફરિયાદીના માતા કમુબેન રામુભાઈ ઠુંગા પગપાળા ચાલીને જતા હોય જેને હડફેટે લઈને શરીરે તેમજ માથામાં ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવી પોતું છોટા હાથી વાહન સ્થળ પર મૂકી ચાલક નાસી ગયો હતો હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે