હળવદના માથક ગામે દાડમના પાકમાં ભીષણ આગ લાગતા ખેડૂતને ભારે નુકશાન

 

માથક ગામે દાડમના પાકમાં વીજ વાયર પડતા ભીષણ આગ લાગી હતી અને આગને પગલે દાડમના પાકમાં નુકશાન થતા ખેડૂતમાં રોષ ભભૂક્યો છે

 

હળવદ તાલુકાના માથક ગામે હિમાલય ફીડરનો જીવતો વીજ વાયર ખેતરમાં પડયાના ખેડૂતે આક્ષેપો કર્યા છે વીજ વાયર પડતા ખેતરમાં આગ લાગી હતી અને આગને કારણે દાડમના પાકમાં ભારે નુકશાન થયું છે ખેડૂત મહિપાલસિંહ વનરાજસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર દાડમના ઉભા પાકને નુકશાન થયું છે આશરે ૩૦૦૦ થી વધુ છોડને નુકશાન થતા લાખોના નુકશાનની ભીતિ સેવાઈ રહી છે

Leave A Reply

Your email address will not be published.