હળવદમાં મોટરસાયકલ પાર્ક કરવા બાબતે બોલાચાલીનો ખાર રાખી વૃદ્ધને પાઈપ વડે ફટકાર્યા

 

હળવદ શહેરમાં મોટરસાયકલ પાર્ક કરવા બાબતે વૃદ્ધને એક ઇસમ સાથે બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખી આરોપીએ વૃદ્ધને લોખંડ પાઈપ વડે માર મારી ઈજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

 

હળવદમાં રહેતા વિષ્ણુભાઈ ખીમશંકરભાઈ જોષી (ઉ.વ.૫૮) નામના વૃદ્ધે આરોપી કરણ નવીનભાઈ ચાવડા રહે દરબાર નાકા હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૧ ના રોજ વિષ્ણુભાઈના ઘર પાસે મોટરસાયકલ પાર્ક કરવા બાબતે કરણ સાથે બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખી આરોપીએ દરબાર નાકા પાસે લોખંડ પાઈપ વડે વિષ્ણુભાઈને ગાલ પર અને હાથમાં ફ્રેકચર જેવી ગંભીર ઈજા કરી હતી અને ગાળો આપી જાનથી મારી નાખવાની ઢાકી આપી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.