મોરબી : સ્વાતંત્ર્ય પર્વે ફેકટરીમાં પરવાના વાળા હથિયારથી ફાયરીંગ કરી વિડીયો અપલોડ કરનાર ઇસમની ધરપકડ

મૂળ બિહારના વતની ૪૫ વર્ષીય ઇસમેં ફાયરીંગ કર્યું હતું વિડીયો બનાવી સોશ્યલ મીડિયામાં અપલોડ કરતા કાર્યવાહી 

 

મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ ફેકટરીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સમયે મૂળ બિહારના વતની ૪૫ વર્ષીય ઇસમેં પોતાના પરવાના વાળા હથિયાર વડે ફાયરીંગ કર્યું હતું જેનો વિડીયો બનાવી સોશ્યલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યો હતો જેથી એસઓજી ટીમે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી લઈને પિસ્તલ, જીવતા કાર્ટીઝ નંગ ૦૪, અને મોબાઈલ સહીત ૭૫,૪૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

 

મોરબી એસઓજીમાં ફરજ બજાવતા જુવાનસિંહ ભરતસિંહ રાણાએ આરોપી રણવિજયકુમાર કાર્તિકલાલ શાહ (ઉ.વ.૪૫) રહે ગોપાલ સોસાયટી મોરબી ૨ મૂળ રહે બિહાર વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપીએ પોતાના પરવાના વાળા હથિયારથી હથિયાર પરવાનાની શરતોનો ભંગ કરી ગત તા. ૧૫ ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય દિન નિમિતે લાલપર ગામની સીમમાં આવેલ કુમાર ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા માણસોની હાજરીમાં પોતાની અને અન્યની જિંદગી જોખમાય તે રીતે જાહેરમાં સ્ફોટક પદાર્થ વડે હવામાં ફાયરીંગ કર્યું હતું

 

મોરબી એસઓજી ટીમે આરોપી રણવિજય શાહને ઝડપી લઈને આરોપી પાસેથી પિસ્તલ નંગ ૦૧ કીમત રૂ ૫૦ હજાર, કાર્ટીઝ નંગ ૦૬ કીમત રૂ ૪૦૦, મોબાઈલ નંગ ૦૧ કીમત રૂ ૨૫,૦૦૦ મળીને કુલ રૂ ૭૫,૪૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

 

Leave A Reply

Your email address will not be published.