



હળવદ તાલુકાના ચરાડવા નજીક ખાનગી સ્કૂલ બસ અને ટ્રકનો અકસ્માત સર્જાયો હતો જેમાં સ્કૂલ બસ ટ્રક પાછળ અથડાતા સ્કૂલ બસમાં સવાર આઠ વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી
હળવદના દેવીપુર ગામ નજીક આવેલ બ્રીલયન્ટ સ્કૂલની બસને સવારે અકસ્માત નડયો હતો સ્કૂલ બસ ચરાડવા ગામ પાસે પહોંચી ત્યારે આગળ જતા ટ્રક પાછળ અથડાઈ હતી અને સ્કૂલ બસ ટ્રક પાછળ ઘુસી જતા આઠ વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી જે ઈજાગ્રસ્ત પૈકી છ વિદ્યાર્થીઓ ચરાડવા સરકારી હોસ્પિટલ અને બે વિદ્યાર્થીને મોરબી ખસેડવામાં આવ્યા છે