ભુજમાં સારસ્વત જ્ઞાતિનો જિલ્લા કક્ષાનો ‘સરસ્વતી સન્માન સમારંભ’ યોજાયો


72 તેજસ્વી વિદ્યાર્થીઓ અને પ્રતિભાશાળી જ્ઞાતિજનોનું સન્માન, વાલીઓના સન્માનની અનોખી પરંપરા બની આકર્ષણનું કેન્દ્ર
ભુજ ખાતે સારસ્વત સાગર પરિવાર દ્વારા અધ્યક્ષ ભરત જય અંબેના નેતૃત્વમાં જિલ્લા કક્ષાનો ‘સરસ્વતી સન્માન સમારંભ’ ભવ્ય રીતે યોજાયો હતો. સમારંભમાં એસ.એસ.સી. અને એચ.એસ.સી.માં ટોપ પાંચમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓ ઉપરાંત ગ્રેજ્યુએશન, માસ્ટર ડિગ્રી તેમજ વિવિધ ક્ષેત્રોમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર પ્રતિભાશાળી જ્ઞાતિજનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત અગ્રણીઓ અને દાતાઓના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ભરતનાટ્યમ ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ વિજેતા બનેલી કુ. યેશા ધતુરીયાએ ગણેશ વંદના રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા.
સમારંભ દરમિયાન કુલ 72 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓ અને પ્રતિભાશાળી જ્ઞાતિજનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ક્રિમાલી ધરાદેવ અને તેમની ટીમ દ્વારા રજૂ કરાયેલા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોએ સમગ્ર સમારંભમાં રંગત જમાવી હતી.
કાર્યક્રમની વિશેષતા એ રહી કે સન્માનિત વિદ્યાર્થીઓ સાથે તેમના માતા-પિતા અને પરિવારજનોને પણ સ્ટેજ પર આમંત્રિત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અનોખી પરંપરાના કારણે બાળકો સાથે વાલીઓમાં પણ ગૌરવની લાગણી જોવા મળી હતી તેમજ જ્ઞાતિના પરિવારો વચ્ચે પરિચય અને એકતા વધુ મજબૂત બની હતી.
કાર્યક્રમના મુખ્ય દાતા તરીકે હિમાંશુભાઈ જોશી (જીભા પરિવાર) રહ્યા હતા. ઉપરાંત અશોકભાઈ પાધી, નરેશભાઈ જોશી, નિલેશભાઈ શિવ, દેવેન્દ્રભાઈ જોશી, આશિષભાઈ માલારા ગ્રુપ, રમેશભાઈ બોડા, નિલેશભાઈ ખિયરા, હરેશભાઈ શાસ્ત્રી, પ્રવીણભાઈ જોશી, દિનેશભાઈ સોનપાર, હિમાલય ગાવડીયા, અમિતભાઈ માયરા અને રાજેશભાઈ ચંડીચઠૃ સહિતના દાતાઓએ આર્થિક સહયોગ આપ્યો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન નેહા પંડ્યા, દીપિકા બલભદ્ર, કશીષ જોશી, રિદ્ધિ બોડા, જય ધોલી, પ્રાચી બોડા, હેત્વી ધરાદેવ, ધાર્મી જોષી, આયુષી જોષી તથા જય અંબે મહિલા મંડળની બહેનોએ જહેમત ઉઠાવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન રીંકલ પંડ્યા તથા અંજલી સેવકે સુંદર રીતે કર્યું હતું.