ટંકારાના લતીપર રોડ પર કારખાનામાં કામ કરતી વખતે માથામાં ઈજા પહોંચતા મોત

 

લતીપર રોડ પર કારખાનામાં કામ કરતી વખતે ૪૦ વર્ષીય શ્રમિકને માથામાં ઈજા પહોંચતા સારવાર માટે મોરબી ખસેડાયો હતો જ્યાં સારવારમાં મોત થયું હતું

 

મહેસાણા જીલ્લાના વતની રોહિત ભરતજી ઠાકોર (ઉ.વ.૪૦) નામના શ્રમિક હાલ ટંકારાના લતીપર રોડ પર આવેલ શ્યામ કેટલ ફીટ કારખાનામાં કામ કરતા હતા ગત તા. ૦૮ ના રોજ બપોરે કારખાનામાં કામ કરતી વખતે માથામાં ઈજા પહોંચતા સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન શ્રમિકનું મોત થયું હતું ટંકારા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.