માળિયા નવાગામ વાંઢ વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, રૂ ૧.૨૧ લાખનો મુદામાલ જપ્ત


માળિયા નવાગામ વાંઢ વિસ્તારમાં રેડ કરી પોલીસે દેશી દારૂ અને દારૂ બનાવવાનો ઠંડો આથો સહીત રૂ ૧.૨૧ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી હાજર મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે
મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે માળિયા નવાગામ વાંઢ વિસ્તાર વોકળા કાંઠે રેડ કરી હતી સ્થળ પરથી પોલીસ ટીમે ૧૪૦૦ લીટર આથો કીમત રૂ ૩૫,૦૦૦ તેમજ ૮ બાચકા જેમાં દેશી દારૂ ભરેલો હતો તેમાંથી કુલ દેશી દારૂ ૪૩૦ લીટર કીમત રૂ ૮૬,૦૦૦ અને દારૂ બનાવવાનો ઠંડો આથો સહીત કુલ રૂ ૧,૨૧,૦૦૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે આરોપી સમીર જાક્મ જેડા રહે નવાગામ તા. માળિયા વાળો રેડ દરમીયાન હાજર મળી આવ્યો ના હતો જેથી માળિયા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ ચલાવી છે