

ખેડૂતોને ટેકાના ભાવે મગફળી ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ હવે અરજીઓ નામંજૂર કરવામાં આવી રહી છે જે અંગે આજે મોરબી તાલુકા કોંગ્રેસ દ્વારા નામંજૂર થયેલ અરજીઓ અંગે તાત્કાલિક ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે
મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ વિજયભાઈ કોટડીયાએ વિસ્તરણ અધિકારીને આવેદન પાઠવી જણાવ્યું છે કે મોરબી તાલુકાના ખાતેદાર ખેડૂતોએ મગફળી ટેકાના ભાવે ખરીદી માટે ફોર્મ ભરેલ હતા પરંતુ ફોર્મ ભરેલ ખાતેદાર ખેડૂતોને તેમની ખેતીની જમીનમાં મગફળી વાવેતર કર્યું હોવા છતાં ફોર્મ નામંજૂર કરવામાં આવેલ છે જેથી ખેડૂતોને અન્યાય થઇ રહ્યો છે આવેદન પાઠવી તમામ ખેડૂતોને તાત્કાલિક ધોરણે ન્યાય આપવા માંગ કરી છે

